આજે તારીખ 13/01/2026 મંગળવારના રોજ સવારે 10 કલાક સુધીમાં ICDS વિભાગ દ્વારા આપેલ માહિતી અનુસાર ગત તારીખ ૦૬/૦૧/૨૦૨૬ ના રોજ સંજેલી તાલુકાના પિછોડા નાયક આંગણવાડી કેન્દ્રની મુલાકાત જિલ્લા પ્રોગ્રામ ઓફિસર દ્વારા લેવામાં આવેલ હતી.આ મુલાકાત દરમિયાન આગંણવાડી કેન્દ્ર પર ૩ વર્ષથી ૬ વર્ષના નોંધાયેલા ૨૩ બાળકો માંથી ૮ બાળકો હાજર હતા. પોષણ ટ્રેકર એપ્લિકેશનમાં આગંણવાડી વર્કર બહેન દ્વારા દરરોજ ખોટી હાજરી ભરવામાં આવતી હતી.