રાજકોટ પૂર્વ: વોર્ડ નંબર 18ના સ્થાનિકોએ રોડ રસ્તાની અપૂર્ણ કામગીરીને કારણે રસ્તા પર ચક્કાજામ કર્યો,આજી ડેમ પોલીસ દ્વારા તમામની અટકાયત
વોર્ડ નંબર 18ના સ્થાનિકોએ રોડ રસ્તાની અપૂર્ણ કામગીરીને કારણે રસ્તા પર ચક્કાજામ કરી ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. બનાવને પગલે આજી ડેમ પોલીસ કાફ્લો ઘટના સ્થળે દોડી ગયો હતો અને વિરોધ પ્રદર્શન કરનાર બહેનોની અટકાયત કરતાં રહેવાસીઓ ભારે રોષે ભરાયા હતા.