થાનગઢ: થાનગઢના જય અંબે સોસાયટી ખાતે રહેણાંક મકાનના ફ્રીજમાં અચાનક બ્લાસ્ટ થયો
થાનગઢ શહેરના જય અંબે સોસાયટી ખાતે રહેણાંક મકાનના ફ્રીજમાં અચાનક બ્લાસ્ટ થતાં આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં આગના લીધે ઘરમાં મોટાભાગની ઘરવખરી બળીને ખાક થઈ હતી જોકે સદનસીબે ઘરના સભ્યો સમયસર ધરણી બહાર નીકળી જતા કોઈ જાનહાનિ થઈ ન હતી પરંતુ ઘરમાં આગ લાગવાને લઈ ફાયર ફાઈટર ટીમે લગભગ એક કલાકની ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો.