મોરવા હડફ નજીક આવેલ ભાટવાડા ટોલ પ્લાઝાના આસપાસના ગામોમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ માટે ગોધરા એક્સપ્રેસ પ્રાયવેટ લિમિટેડ, વર્ટિસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટ્રસ્ટ અને નેશનલ હાઈવે ઓથોરિટી ઑફ ઇન્ડિયાના સંયુક્ત ઉપક્રમે તા.4 નવેમ્બર મંગળવારના રોજ સાયકલ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમ હેઠળ વિદ્યાર્થિનીઓને નવી સાયકલનું વિતરણ કરવામાં આવ્યું હતુ જેથી તેઓને શાળા-કોલેજ સુધી પહોંચવામાં સુવિધા થાય અને શિક્ષણ પ્રત્યે વધુ ઉત્સાહ વધશે.