રાજકોટ: શહેરના મંગળા રોડ પર થોડા દિવસો પહેલાં 'પેંડા ગેંગ' અને 'મરઘા ગેંગ' વચ્ચે થયેલા ખુલ્લેઆમ ગેંગવોર અને ફાયરિંગની ઘટનાએ સમગ્ર શહેરમાં ખળભળાટ મચાવી દીધો હતો. આ પ્રકરણમાં પોલીસે અત્યાર સુધીમાં અનેક આરોપીઓની ધરપકડ કરી છે અને કેસની તપાસ સઘન બનાવી છે.