દાંતા: દાંતા તાલુકાના વેકરી વિસ્તારમાં શિયાળ નો શિકાર કરનાર ઇસમને વનવિભાગની ટીમે ઝડપી પાડ્યો
દાંતા તાલુકાના વેકરી વન વિભાગ વિસ્તારમાં શિયાળનો શિકાર કરનાર ઇસમને વન વિભાગે ઝડપી પાડ્યો હતો જંગલમાં પેટ્રોલિંગ દરમિયાન વન વિભાગની ટીમે ત્રણ શંકાસ્પદ ઈસમોને જોતા તેમની તપાસ કરતા તેમની પાસે રહેલા પ્લાસ્ટિકના કટ્ટા માંથી મૃત શિયાળ મળી આવ્યો હતો વન વિભાગની ટીમે તેમને પકડી દાતા પૂર્વ રેન્જ કચેરી ખાતે લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને દાંતા કોર્ટમાં રજૂ કરી ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા હતા