ધ્રાંગધ્રા સિટી પોલીસે શહેરમાં ખાસ પ્રોહિબિશન ડ્રાઇવ શરૂ કરી હતી જેમાં આ ડ્રાઇવ અંતર્ગત બે શખ્સોને નશાની હાલતમાં ઝડપી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેમાં પોલીસે મોચીવાડ વિસ્તાર નજીકથી ગૌતમભાઈ વિજય મકવાણા અને યંગ સ્ટાર સર્કલ નજીકથી અલારખા મુસ્તુફાઈ મલેકને પકડ્યો હતા. બંને શખ્સો વિરુદ્ધ નશાબંધી કાયદા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે