તિલકવાડા: સસ્તા અનાજની દુકાન સંચાલકો દ્વારા પોતાના પડતર પ્રશ્નોની માંગો ને લઈ તિલકવાડા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું
ગુજરાત રાજ્ય એસોસિયન દ્વારા છેલ્લા ઘણા સમયથી પોતાના પડતર પ્રશ્નો જેવા કે કમિશન માં વધારો, ઈ પ્રોફાઇલમાં તકેદારી સહાયક નો ઉમેરો, સિંગલ ફિંગર પ્રિન્ટ દ્વારા બે બિલ બને, સમિતિના સભ્યો 80% બાયોમેટ્રિક વેરિફિકેશન ને રદ કરવા, જેવા મુદ્દાઓને લઈ અવાર નવાર રજૂઆત કરવામાં આવી છે પરંતુ આ સમસ્યા ઓનો નિરાકરણ નહીં આવતા આજે તિલકવાડા તાલુકાના સસ્તા અનાજના સંચાલકો દ્વારા તિલકવાડા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી પોતાના પડતર પ્રશ્નોના નિરાકરણ લાવવા માંગ કરી.