બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ગઈકાલે વહેલી સવારે માળીયા મિયાણા - જામનગર હાઇવે પર ચાચાવડરડા ગામના પાટિયા પાસે એક અજાણ્યા ટ્રક ચાલકે પદયાત્રા કરી દ્વારકા જઈ રહેલા ૧) હાર્દીકભાઇ માલાભાઇ ચૌધરી, ૨) દીલીપભાઇ રાયાભાઇ ચૌધરી, ૩) અમરાભાઇ લાલજીભાઇ ચૌધરી અને ૪) ભગવાનજીભાઇ લાલજીભાઇ ચૌધરીને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઇજાઓ કરી મોત નિપજાવી પોતાનું વાહન લઈ નાશી ગયો હતો.