વડોદરા: ખેતરમાં મહાકાય મગર આવી જતા ખેડૂતોમાં ફફડાટ,ભારે જહેમતે રેસ્ક્યુ કરાયો
વડોદરા : સેવ વાઇલ્ડલાઇફ ટ્રસ્ટની હેલ્પલાઇન નંબર ખલીપુરથી ખુમાનસિંહે માહિતી આપી હતી કે મોટો મગર ખેતરમા આવી ગયો છે.જેથી ટીમના વોલીએન્ટર સ્થળ પર પહોંચ્યા હતા.જ્યાં તપાસ કરતા 9 થી 10 ફૂટનો મહાકાય મગર નજરે પડ્યો હતો.જેથી વનવિભાગના શૈલેષ ભાઈને સાથે રાખીને મગરને ભારે જહેમતે સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરીને વન વિભાગને સુપ્રત કરવામાં આવ્યો હતો.