કાલોલ: GIDC માં 'હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી' અભિયાન અંતર્ગત સ્નેહમિલન સમારોહ યોજાયો,જોઇન્ટ સેક્રેટરીએ આપી પ્રતિક્રિયા
કાલોલ જીઆઇડીસીમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં રાષ્ટ્રીય એકતાના પ્રતીક સમાન 'હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી'ના અભિયાનના સમર્થનમાં બુધવારે બપોરે ૧૨:૦૦ કલાકે જીઆઇડીસી એસોસિયેશનના નવીન હોલમાં કાલોલ જીઆઇડીસી ઉધોગ એકમો તેમજ લઘુઉધોગ ભારતી કાલોલ (ઇકાઇ)ના ઉધોગપતિઓનો સ્નેહમિલન સમારોહ યોજાયો હતો.