વાપી: વાપીમાં તસ્કરોએ બે ફ્લેટમાં હાથ સાફ કર્યો: બંને ઘરના કબાટ તોડી સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમની તસ્કરી કરી
Vapi, Valsad | Nov 2, 2025 વાપીના ચલા વિસ્તારમાં આવેલી એક સોસાયટીના બે ફ્લેટમાં ચોરી થઈ છે. તસ્કરોએ બંને ફ્લેટના કબાટ તોડી સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમની તસ્કરી કરી હતી.ચોરીનો ભોગ બનેલા એક ફ્લેટનો પરિવાર ગોવા ગયો હતો, જ્યારે બીજો પરિવાર રાજસ્થાન પ્રવાસે હતો. આ સમયે એક મહિલા ફ્લેટમાં સૂતી હતી. સવારે પડોશીઓએ ચોરીની જાણ પરિવારના સગાઓને કરી હતી.