ગત માસે આણંદ કરમસદ મનપા દ્વારા શહેરના રાજા રણછોડ માર્કેટ ના વેપારીઓ ને દુકાનો ખાલી કરવા નોટિસ આપવામાં આવી હતી.જેના પગલે વેપારીઓ દ્વારા ન્યાયાલય ના દ્વાર ખટખટાવતા કોર્ટે મનાઇહુકમ ન આપ્યો હોય મનપા દ્વારા શહેરના સ્ટેશન વિસ્તારની આગવી ઓળખ પ્રસ્થાપિત કરવા આયોજન હાથ ધર્યા હોય સદર માર્કેટ ના ૮૭ જેટલા વેપારીઓ ને દુકાન ખાલી કરવા આખરી અલ્ટીમેટમ આપ્યું હોવાનું મનપા એસ્ટેટ વિભાગ ના અધિકારી પરેશ મિસ્ત્રી દ્વારા જાણવા મળેલ