પેટલાદ: કોલેજ ચોકડી નજીકથી નવજાત શિશુ મળી આવ્યું, શહેર પોલીસે તપાસ હાથ ધરી
Petlad, Anand | Nov 21, 2025 પેટલાદ શહેરના કોલેજ ચોકડી નજીકથી નવજાત શિશુ મળી આવ્યું છે.કોલેજ ચોકડીથી સાંઈનાથ ચોકડી જવાના માર્ગ ઉપર બગી વાળા નજીકથી નવજાત શિશુ મળી આવ્યું છે.બનાવની જાણ પોલીસને કરાતા પોલીસે ઘટના સાથે પહોંચી નવજાત શિશુને હોસ્પિટલ ખસેડ્યું હતું.હાલ નવજાત શિશુને વધુ સારવાર માટે વડોદરા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યું છે.