ગોધરા: શહેરમાં MGVCL વિજિલેન્સ ટીમના દરોડા માં 24.22 લાખની વીજ ચોરી ઝડપાઈ
ગોધરા શહેરના અલગ અલગ વિસ્તારમાં 45 ટિમો વીજ ચેકીંગ ની કામગીરીમાં જોડાઇ હતી, વીજ લોસ એવા વિસ્તારોમાં વીજ કંપની દ્વારા ચેકીંગ હાથ ઘરવામાં આવ્યું હતું, ટીમ દ્વારા કુલ 1345 વીજ કનેક્શન ચેક કરવામાં આવ્યા જેમાં 35 વીજ કનેક્શ માંથી વીજ ચોરી થયાનું મળી આવ્યું, સિનગ્નલ ફળીયા,અલી પાર્ક, મેંદા પ્લોટ, મુન્ના ફળીયા,સાતપુલ, સહિતના વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત સાથે રાખી વીજ ચેકીંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી