જિલ્લા વહીવટી તંત્ર, આણંદ અને આબોહવા પરિવર્તન વિભાગ, ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે આજે એપીએમસી બોરસદ ખાતે ‘મિશન લાઈફ પર્યાવરણ અને જીવન‘ જિલ્લા સ્તરીય જાગૃતિ સેમિનાર યોજાયો હતો. જેનો પ્રારંભ અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી રમણભાઈ સોલંકી તથા રાજ્યકક્ષાના નાણાં મંત્રીશ્રી કમલેશભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો.