ભારતના ચૂંટણી પંચ દ્વારા આણંદ જિલ્લાના રોલ ઓબ્ઝર્વ તરીકે મોહમ્મદ શાહિદ નિમાયા છે. મોહમ્મદ શાહીદે આણંદ ખાતે એસઆઈઆર સંબંધીત વિગતોની સમીક્ષા કરી હતી. ભારતના ચૂંટણી પંચ દ્વારા આણંદ જિલ્લાના રોલ ઓબ્ઝર્વર તરીકે ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, ગાંધીનગરના અગ્ર સચિવ શ્રી મોહમ્મદ શાહિદની નિમણૂક કરી છે. મોહમ્મદ શાહિદે આજે કલેકટર કચેરી આણંદ ખાતેના સભાખંડમાં હાલમાં ચાલી રહેલા SIR કાર્યક્રમની સમીક્ષા કરી હતી.