ચોટીલા તાલુકાના અકાળા ગામે રહેતા ચતુરભાઈ ગોવિંદભાઈ વાઘરોડિયાના લગ્ન 18 વર્ષ પહેલા સાયલા તાલુકાના વખત પરના રૂપસિંગભાઈ રાસીંગભાઈની પુત્રી ક્રિષ્નાબેન સાથે થયા હતા. તેમાં લગ્નજીવનમાં એક પુત્ર અને બે પુત્રીઓ સાથે રહેતા હતા. તેમાં ક્રિષ્નાબેન ચતુરભાઈ ઉ. 38 અગમ્ય કારણોસર ઘરે કોઈ હાજર ન હતું તે સમયે ઘરમાં ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું. તેની તેના પરિવારજનો દ્વારા પોલીસને જાણ કરી મહિલાના મૃતદેહને ચોટીલા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.