ધ્રોલમાં રાજપૂત સમાજ દ્વારા આજે ભવ્ય શસ્ત્ર પૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની શરૂઆત દિપસિંહજી રાજપૂત છાત્રાલયથી શૌર્યયાત્રા સાથે કરવામાં આવી હતી. અને ત્યારબાદ દરબારગઢ ધ્રોલ ખાતે પરંપરાગત વિધિ મુજબ શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં રાજપૂત સમાજના આગેવાનો, યુવાનો અને ભાઈઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.