વડોદરા: નિવૃત DySPના પુત્રએ જીવ ગુમાવ્યો,પરિવારજનોમાં ભારે આક્રંદ
વડોદરા : નિવૃત DySPના પુત્ર વિપુલસિંહ ઝાલા માંજલપુર દરબાર ચોકડી અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પાસે પાણીની ટાંકી વિસ્તારમાં ચાઈનીઝ નાસ્તો કરવા ગયા,નાસ્તો પતાવીને તેઓ ઘરે પરત ફરી રહ્યા હતા.ત્યારે અંધારામાં તેમને રસ્તા પાસેનું ખુલ્લું મેનહોલ દેખાયું નહોતું.અચાનક પગ લપસતા તે સીધા ઊંડા મેનહોલમાં ખાબક્યા હતા.ફાયરબ્રિગેડના જવાનોએ સ્થળ પર પહોંચી ભારે જહેમત બાદ તેમને બહાર કાઢ્યા,પરંતુ તેમનો શ્વાસ થંભી ગયો હતો.પરિવારજનોના આક્રંદથી વાતાવરણ ગમગીન બન્યુ હતું.