પાદરા: પાદરા વિધાનસભાના ફતેપુરા (ચોકારી) ખાતે નવી આંગણવાડી અને પ્રાથમિક શાળાના નિર્માણ માટે ખાતમુહૂર્ત વિધિ યોજાઈ હતી. આ કાર્યક્રમ પાદરાના ધારાસભ્ય ચૈતનસિંહ ઝાલાના હસ્તે સંપન્ન થયો હતો. ખાતમુહૂર્ત પ્રસંગે ચૂંટાયેલા જનપ્રતિનિધિશ્રીઓ, સંગઠનના હોદ્દેદારશ્રીઓ, ગ્રામ્ય આગેવાનશ્રીઓ, શિક્ષકગણ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.