ગરૂડેશ્વર: ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સોશિયલ મીડિયા ના પ્રભારી ની અધ્યક્ષતામાં જિલ્લા કોંગ્રેસ સોશિયલ મીડિયાની બેઠક યોજાઈ.
નર્મદા જિલ્લા કોંગ્રેસ સોશ્યલ મીડિયા ની અગત્યની બેઠક યોજાઈ હતી જેમાં આવનાર જિલ્લા તાલુકા અને નગરપાલિકા ની ચૂંટણી આવી રહી છે જેને લઈને કોંગ્રેસની સરકાર બને તેમ આયોજન બાબતે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં નર્મદા જિલ્લા ના ગરુડેશ્વર ખાતે નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રણજીતસિંહ દિનેશભાઇ તડવી (મહાકાળી) ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સોશ્યલ મીડિયા ના પ્રભારી K.K શાસ્ત્રી એ હાજરી આપી હતી.