વિદ્યાનગર પોલીસ લાઈન ખાતે થયેલી સીસીટીવી સહિતની વસ્તુઓની ચોરી મામલે એલસીબી ટીમે ત્રણ શખ્સોને ઝડપી લીધા
Bhavnagar City, Bhavnagar | Feb 8, 2026
ભાવનગર શહેરના વિદ્યાનગર વિસ્તારમાં ચોરીની ઘટના બની હતી. વિદ્યાનગર વિસ્તારમાં પોલીસ લાઈનમાં સીસીટીવી કેમેરા સહિતની વસ્તુઓની ચોરીની ઘટના અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જે ફરિયાદના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી ત્રણ શખ્સોને મુદ્દા માલ સાથે ઝડપી લીધા હતા.