જેસર: જેસર-મહુવા હાઈવે પર આઇસર અને ટૂ-વ્હીલર વચ્ચે અકસ્માત, એક વ્યક્તિનું કરુણ મૃત્યુ#
આજ તારીખ 24 નવેમ્બરના રોજ સવારના 11 વાગ્યે જેસર-મહુવા હાઈવે પર આજે સવારે આઇસર વાહન અને ટૂ-વ્હીલર વચ્ચે થયેલા અકસ્માતમાં એક વ્યક્તિનું દુઃખદ મોત થયું હતું. મળતી માહિતી અનુસાર અજાણ્યા આઇસરના ડ્રાઈવરે બેદરકારીપૂર્વક ટૂ-વ્હીલરને ઘાસડતા પરબતભાઈનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું. ઘટના બાદ આઇસરનો ડ્રાઈવર ફરાર થઈ ગયો હતો.