હાલોલ: હાલોલમા સ્ક્રેપ ગોડાઉનોની આગ,તંત્રની નિષ્કાળજીથી પર્યાવરણ અને નગરજનોનુ સ્વાસ્થ્ય જોખમમા,લોકોને શ્વાસ લેવામા તકલીફો
ગઈકાલે સાંજે હાલોલ કસ્બા વિસ્તારમાં જવાના માર્ગ પર આવેલા સ્ક્રેપના મોટા જથ્થામાં ભીષણ આગ લાગી હતી. આગ ઉપર કાબૂ મેળવવા માટે અનેક ફાયર ફાઈટરોને મોડી રાત્રી સુધી કામગીરીમાં ઝોકવામાં આવ્યા હતા. આગમાં સળગેલો સ્ક્રેપ અત્યંત જવલંતશીલ અને કેમિકલયુક્ત હોવાનું તેના ધુમાડાના ગોટેગોટા જોઈને સ્પષ્ટ થતું હતુ.સાથે સાથે આ ધુમાડો હાલોલ નગરમાં ફેલાતા રાત્રે જ્યોતિ સર્કલથી હાલોલ તરફના વિસ્તારોમાં લોકોમાં શ્વાસ લેવામાં તકલીફો સર્જાઈ હોવાની ફરિયાદો મળી હતી.