કેશોદના ફાગળી સીમ વિસ્તારમાં આવેલ જૂની ડમ્પીંગ સાઇટ પર 7 કરતાં વધુ ગૌમાતા, ધણખુટ સહિતના ગૌધન મૃત હાલતમાં મળી આવતાં સરપંચે ગૌરક્ષકો અને પોલીસને જાણ કરી હતી. આથી ગૌરક્ષકો, પોલીસ, પશુ દવાખાનાનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો. ગૌરક્ષકોએ અજાણ્યાં તત્વોએ ગૌધનને ઝેરી પદાર્થ ખવડાવી મારી નાખવામાં આવ્યાં હોવાની શંકા વ્યક્ત કરતાં પોલીસે પંચ રોજકામ જયારે પશુઓના શંકાસ્પદ મૃત્યુનું કારણ જાણવા વેટરનરી ડોકટરે સહિતના સ્ટાફે પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી કરી .