સુરત: શહેરના વિવિધ વિસ્તારોમાં રખડતા શ્વાનનો ત્રાસ હવે જીવલેણ બની રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોમાં શ્વાન દ્વારા હુમલાની ઘટનાઓમાં ચિંતાજનક વધારો થયો છે. ભેસ્તાન, સચિન અને પાંડેસરા જેવા વિસ્તારોમાં શ્વાને માસૂમ બાળકો અને મહિલાઓને ફાડી ખાતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હાલમાં તમામ ઇજાગ્રસ્તો નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.ભેસ્તાન વિસ્તારમાં એક ભયાનક ઘટના સામે આવી છે, જ્યાં બાઈક પર જઈ રહેલી એક મહિલા પર રખડતા શ્વાને અચાનક હુમલો કર્યો હતો.