શહેરા વનવિભાગનો સ્ટાફ અણીયાદ- મોરવા(રેણાં) રોડ પર પેટ્રોલીંગમાં હતો,તે સમય દરમિયાન રેણા ચોકડી પાસેથી પસાર થતી ટ્રકમાં પંચરાઉ લાકડા ભરેલ હોવાનું જણાતા તેને ઉભી રખાવી લાકડા અંગે પાસ પરમીટ માંગતા ચાલકે પાસ પરમીટ રજૂ નહીં કરતા શહેરા વનવિભાગે પાસ પરમીટ વગર પંચરાઉ લાકડા ભરેલ ટ્રકને ઝડપી પાડી અંદાજીત રૂ.૪.૨૦ લાખનો મુદ્દામાલ કબ્જે લીધો હતો.