જામનગર જિલ્લાના જામજોધપુર નજીક વાલાસણ ગામની સીમમાં પોલીસ દ્વારા જુગાર અંગે દરોડો પાડવામાં આવ્યો હતો ત્યારે રેલવેના પાટાની બાજુમાંથી જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલા નરેન્દ્ર દામજીભાઈ પાંચાણી, ઇકબાલ સલેમાનભાઈ સંધિ, હસન ઉમરભાઈ સંધી, અશ્વિન બટુકભાઈ પરમાર, રાજેશ લવજીભાઈ વિરાણી, અને દિનેશ મોહનભાઈ ગોહિલની પોલીસે અટકાયત કરી લઈ તેઓ પાસેથી રૂપિયા ૧૮૬૬૦ ની રોકડ રકમ જપ્ત કરી હતી અને પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી