સુરત શહેરના ડીંડોલી વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડાવતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સામાન્ય રીતે લોકો સુરક્ષા માટે પોલીસ સ્ટેશન જતા હોય છે, પરંતુ અહીં પોલીસ મથકની બહાર જ બે જૂથો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. ડીંડોલી વિસ્તારમાં આવેલી બે સોસાયટીના યુવકો વચ્ચે જૂની અદાવત અથવા બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. નવાઈની વાત એ છે કે,આ મારામારી પોલીસ સ્ટેશનના પ્રાંગણમાં અને તેની બહાર રોડ પર જ થઈ હતી.