મોરબી: મોરબીના લીલાપર રોડ પર આવેલ પેપર મિલમાં લાગી વિકરાળ આગ, ફાયરબ્રિગેડની ટીમો ઘટનાસ્થળે દોડી...
Morvi, Morbi | Nov 18, 2025 મોરબીમાં લીલાપર રોડ પર આવેલ પાર્થ પેપર મિલમાં આગ લાગવાની ઘટના બની છે. જેમાં પેપર મિલમાં પડેલ વેસ્ટમાં આગ લાગી હતી. આ આગ લાગવાની જાણ થતાં જ ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. હાલ આ આગને કાબુમાં લાવવા ફાયર વિભાગ દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આ આગ કયાં કારણોસર લાગી તે અંગે હાલ કોઈ માહિતી સામે આવી નથી.