ઝઘડિયા તાલુકાના રાજપારડી થી ભાલોદને જોડતા માર્ગ પર વણાકપોર ગામ નજીક શેરડી ભરેલો ટ્રેક્ટર પલટી મારી જતા અકસ્માત સર્જાયો હતો. હાલમાં શેરડીનું કટીંગ ચાલી રહ્યું છે અને ઝઘડિયા તાલુકાના રાજપારડી, ભાલોદ, વણાકપોર પંથકમાં મોટા પ્રમાણમાં શેરડીનું વાવેતર કરવામાં આવે છે આ શેરડી કટીંગ કર્યા બાદ ટ્રેક્ટર મારફતે સુગર ફેક્ટરી ખાતે મોકલવામાં આવતી હોય છે જેમાં વધુ ભારના કારણે કેટલીક વખત ટ્રેક્ટર બેકાબુ બની જાય છે.