ધરમપુર: તાલુકાના આવધા અને તુતરખેડ ગામમાં નેશનલ મિશન હેઠળ ખેતી તાલીમનું આયોજન કરાયું
ગુરૂવારના 5:30 કલાકે માહિતી વિભાગ વલસાડે આપેલી વિગત મુજબ વલસાડ તાલુકાના આવધા અને તુતરખેડ ગામ ખાતે નેશનલ મિશન હેઠળ પ્રાકૃતિક ખેતી તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં તાલીમમાં ક્લસ્ટર સુપરવાઇઝર મયંક પટેલ અને કોમ્યુનિટી રિસોર્સ પર્સન ગમનભાઈ દ્વારા પ્રાકૃતિક ખેતી વિશે ખેડૂતોને માહિતી આપવામાં આવી હતી. આસપાસના ગામના મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. અને ખેતી કઈ રીતે કરવી તે બાબતે સૂચનો અને માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવ્યું હતું.