દાંતા: દૂધસાગર ડેરીના બિનહરીફ ચૂંટાયેલા ચેરમેન અશોકભાઈ ચૌધરી અંબાજી દર્શને પહોંચ્યા
હાલમાં દૂધસાગર ડેરીની ચૂંટણીઓ યોજાઈ હતી જેમાં તમામ ૧૫ સીટો બિનહરીફ થઈ છે અને ચેરમેન તરીકે અશોકભાઈ ચૌધરી બિન હરીફ ચૂંટાયા છે ચૂંટાયેલા નવા ચેરમેન અશોકભાઈ ચૌધરી અંબાજી દર્શને પહોંચ્યા હતા તેમણે મા અંબાના દર્શન કરી આશીર્વાદ લીધા હતા અને ભટ્ટજી મહારાજ પાસે રક્ષપોટલી બંધાવી હતી તેમણે જણાવ્યું હતું કે માં અંબા ની કૃપાથી અમારો વિજય થયો છે