સુરત: ડાયમંડ અને ટેક્સટાઈલ સિટી તરીકે ઓળખાતું સુરત હવે તેની વિરાસતને સાચવવા માટે પણ જાણીતું બની રહ્યું છે. શહેરના ઐતિહાસિક કાયસ્થ મોહલ્લામાં રહેતા એક ગેરેજ સંચાલકે પોતાની આગવી સૂઝબૂઝથી જૂના સુરતની ઓળખ સમાન પૂર્વજોના ઘરને એન્ટિક ગાડીઓના ભવ્ય શોરૂમમાં ફેરવી નાખ્યું છે.સ્થાનિક રહેવાસી નિમેષ ગાંધી નામના ગેરેજ સંચાલકે વર્ષોની મહેનત બાદ વર્ષ 1938 થી લઈને 2004 સુધીની વિન્ટેજ અને એન્ટિક ગાડીઓનો અદભૂત સંગ્રહ તૈયાર કર્યો છે. આ સંગ્રહમાં એવી ગાડીઓ છે.