ચોટીલાને સિંગલ યુઝ પ્લાસ્ટિક અને થર્મોકોલ મુક્ત બનાવવા માટે પ્રાંત નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાના અધ્યક્ષસ્થાને વેપારીઓ સાથે એક મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પ્રતિબંધિત વસ્તુઓના ઉપયોગ પર સદંતર પ્રતિબંધ મૂકવાની સૂચના અપાઈ હતી.બેઠકમાં ૧૨૦ માઇક્રોનથી ઓછી જાડાઈ ધરાવતી પ્લાસ્ટિક પ્લેટ, ચમચી, સ્ટ્રો, સ્ટિરર, ઈયરબડ, આઇસક્રીમ સ્ટિક, થર્મોકોલ ડેકોરેશન સામગ્રી, પેકિંગ ફિલ્મ અને સોસના પાઉચ જેવી સિંગલ યુઝ પ્લાસ્ટિક વસ્તુઓના ઉપયોગ પર પ્રતિબંધની જાહેરાત કરવા