ધોળકા: ધોળકા ખાતે ડબગરવાડમાં સી. સી. રોડનું કામ શરૂ કરાયું, નગરપાલિકા કારોબારી ચેરમેન કિંજલબેન જોષી હાજર રહ્યા
આજરોજ તા. 14/12/2025,રવિવારે સવારે 11 વાગે ધોળકા ખાતે વોર્ડ નંબર - 5 માં આવેલ ડબગરવાડમાં સી. સી. રોડનું ખાતમુહૂર્ત કરી રોડ બનાવવાનું કામ શરૂ કરાયું હતું. ત્યારે ધોળકા નગરપાલિકા કારોબારી ચેરમેન કિંજલબેન જોષી, કાઉન્સિલર સમીરભાઈ મનસુરી, મનસુરખાન તાલુકદાર, પૂર્વ કાઉન્સિલર માજીદમિયાં મલેક, ફિરોજખાન પઠાણ ઉપરાંત નિયાજખાન પઠાણ, પિનાકીનભાઈ જોષી, સ્થાનિક રહીશો હાજર રહ્યા હતા.