મોરબી: બિરસા મુંડાની જન્મ જયંતીની ઉજવણી: મોરબીને રૂ.૧૪.૪૭ કરોડના વિકાસકામોની ભેટ
Morvi, Morbi | Nov 16, 2025 બિરસા મુંડાની ૧પ0 જન્મ જયંતીની ઉજવણી અન્વયે મોરબી જિલ્લામાં આજે સવારે પંચમુખી હનુમાનજી, વેજીટેબલ રોડ ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મોરબી જિલ્લાને ૧૪૪૭ લાખથી વધુની રકમના ૮૧ વિકાસ કામોની ભેટ મળી છે. આ વિકાસ કામોમાં ૩૯૭.૩૦ લાખના ર૭ કામોનું ખાતમુહૂર્ત અને ૧૦૪૯.૭૬ લાખના ૫૪ કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.