રાજકોટ દક્ષિણ: રેલવે સેફટીમાં શ્રેષ્ઠ કામગીરી બદલ ડીઆરએમ એ રાજકોટ ડિવિઝન ના 4 કર્મચારીઓને કર્યા સન્માનિત.
રેલ્વે સેફટીમાં શ્રેષ્ઠ કામગીરી બદલ રાજકોટ ડિવિઝનના ચાર કર્મચારીઓનું આજે રાજકોટ ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી અશ્વિનકુમાર દ્વારા ડીઆરએમ ઓફિસર રાજકોટના કોન્ફરન્સ રૂમમાં પ્રમાણપત્ર અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ સેફટી ઓફિસર સહિત ઉપસ્થિત રહ્યા હતા.