મુળી તાલુકાના આંબરડી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિધાર્થીઓ માટે બે દિવસીય શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રવાસમા વિદ્યાર્થીઓને સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સરદાર સરોવર ખાતે વ્યુઇંગ ગેલેરી, જંગલ સફારી, કમલમ પાર્ક, પોઇચા પ્રદર્શન તથા નૌકાવિહારનો આનંદ લેવાયો હતો. તેમજ પાવાગઢ ખાતે મહાકાળી માતાજીના મંદિર, વડોદરા ખાતે કમાટીબાગ, મ્યુઝિયમ અને પિક્ચર ગેલેરીની મુલાકાત લેવાઈ હતી