મેંદરડા: મેંદરડા મામલતદાર કચેરી દ્વારા તાલુકા કક્ષાની મધ્યાન ભોજન યોજનાનું આયોજન કરવામાં આવ્યું છે
પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ યોજના અંતર્ગત મેંદરડા તાલુકાની મામલતદાર કચેરી દ્વારા તાલુકા કક્ષાની મધ્યાન ભોજન યોજનાના રસોયા તથા સંચાલકો માટે વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધા મેંદરડા શહેરની શિમ શાળા ખાતે ઉત્સાહભેર યોજાઈ હતી. સ્પર્ધામાં મેંદરડા તાલુકાના વિવિધ ગામોમાંથી આવેલા મધ્યાન ભોજનના રસોયા તથા સંચાલકોએ ભાગ લઈ વિવિધ પોષણયુક્ત અને સ્વાદિષ્ટ વાનગીઓ બનાવી રજૂ કરી હતી.