કડોદરા નગરના યુવા અને ઉત્સાહી નેતા તથા પાલિકાના પૂર્વ અધ્યક્ષ અંકુરભાઈ દેસાઈને સુરત જિલ્લા ભાજપ સંગઠનના મહામંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવતા, ચલથાણ ગામના આગેવાનો અને ગ્રામજનોએ ભવ્ય સ્વાગત તથા સન્માન સમારોહનું આયોજન કર્યું હતું. આ સન્માન સમારોહ ચલથાણ સ્થિત ચંચળેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં આયોજિત કરવામાં આવ્યો હતો, જ્યાં અંકુરભાઈ દેસાઈનું શાલ ઓઢાડી અને પુષ્પગુચ્છ અર્પણ કરી આત્મીય સ્વાગત કરવામાં આવ્યું હતું. ગ્રામજનો દ્વારા તેમના સંગઠનાત્મક કાર્ય