વિસનગર: વિસનગરના પ્રશ્નો સળગ્યા: 'તાલુકા સ્વાગત'માં ૧૬ ફરિયાદો
વિસનગર મામલતદાર કચેરી ખાતે પ્રાન્ત અધિકારી વિકાસ રાતડાની અધ્યક્ષતામાં ફરિયાદ નિવારણ 'તાલુકા સ્વાગત' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિસનગર શહેર અને તાલુકાના જાગૃત નાગરિકો તરફથી કુલ ૧૬ જેટલા વિવિધ જનહિતના પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી. અરજદારોએ તેમની લાંબા સમયથી પડતર સમસ્યાઓના ઝડપી ન્યાય અને ઉકેલ માટે પ્રાંત અધિકારી સમક્ષ માંગણી કરી હતી.