મુળીના જુના જસાપર પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની દેહવાણિયા રિદ્ધિબેન રાજુભાઇએ સુરેન્દ્રનગર જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે આયોજિત જિલ્લા કક્ષાના કલા ઉત્સવ અંતર્ગત યોજાયેલી ચિત્ર સ્પર્ધામાં ભાગ લીધો હતો. રિદ્ધિબેને આ પહેલા સી.આર.સી. કક્ષાએ તેમજ તાલુકા કક્ષાએ યોજાયેલ કલા ઉત્સવની ચિત્ર સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો હતો.