વાગડ પંથકમાં છેલ્લા કેટલાક દિવસોથી બદલાયેલા વિષમ વાતાવરણની સીધી અસર ખેતી પર જોવા મળી રહી છે. રાપર તાલુકાના ખેંગારપર વિસ્તારમા એરંડા અને જીરૂના પાકમાં ઈયળ તેમજ મચ્છરોનો ભારે ઉપદ્રવ ફાટી નીકળ્યો છે, જેના કારણે સ્થાનિક ખેડૂતોની ચિંતામાં મોટો વધારો થયો છે.