પલસાણા તાલુકામાં સ્પર્શ લેપ્રસી કાર્યક્રમ અંતર્ગત આજે ગંગાધારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા ગંગાધારા રેલવે સ્ટેશન પર વિશેષ જનજાગૃતિ અભિયાન યોજાયું હતું. આ અભિયાન અંતર્ગત ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરોને રક્તપીત (લેપ્રસી) રોગ અંગે માહિતી આપવાનો મુખ્ય હેતુ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન આરોગ્ય વિભાગની ટીમ દ્વારા બેનરો અને પ્લેકાર્ડ હાથમાં રાખીને રક્તપીત રોગના લક્ષણો, ચિન્હો, વહેલી ઓળખ અને ઉપલબ્ધ સારવાર અંગે લોકોને સહેલાઈથી સમજ પડે