સુરત: શહેરમાં ગુનેગારો બેફામ બન્યા હોય તેમ લાગી રહ્યું છે. સુરતના પોશ ગણાતા અલથાણ વિસ્તારમાં તસ્કરોએ એક મેડિકલ સ્ટોરને નિશાન બનાવી લાખોની મત્તાની ચોરી કરી હોવાની ઘટના સામે આવી છે.અલથાણ વિસ્તારમાં આવેલા મહાવીર હાઇટ્સમાં એક મેડિકલ સ્ટોર આવેલો છે. રાત્રિના સમયે ત્રણ જેટલા અજાણ્યા તસ્કરોએ આ સ્ટોરને ટાર્ગેટ કર્યો હતો. તસ્કરોએ ખૂબ જ ચાલાકીથી મેડિકલ સ્ટોરનું લોખંડનું શટર ઊંચું કર્યું હતું અને અંદર પ્રવેશ્યા હતા.