રાપર: ગાગોદર પાસે ટ્રેઈલર અડફેટે બાઇક ચાલક ઘાયલ થતા ગાગોદર પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ
Rapar, Kutch | Nov 25, 2025 આમદભાઇ ખમીશાભાઈ કુંભારે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, આ અકસ્માતની ઘટના તા.8/11 ના સવારે 10 વાગ્યે બની હતી જેમાં તેમનો પુત્ર ઇકબાલ શાકભાઇજી લઇ ચિત્રોડ જતા રસ્તા પર બાઇક લઇને જતો હતો ત્યારે ટ્રેઇલર ચાલકે બ્રેક મારી વળાંક લેતાં બાઇક અડફેટે આવ્યું હતું જેમાં તેમના પુત્ર ઇકબાલના ઉપરના દાંત તૂટી ગયા છે અને મોઢા અને હોઠ પર ગંભીર ઇજાઓ પહોંચી હોવાનું જણાવી અકસ્માત કરનાર ટ્રેઇલર ચાલક સામે ફરિયાદ નોંધાવી