મોરબી: મોરબીમાં નટરાજ ફાટક ઓવરબ્રિજની કામગીરી રેલવેને કારણે વિલંબમાં મુકાઇ, હાલ 75 ટકા કામ પૂર્ણ
Morvi, Morbi | Nov 18, 2025 મોરબી શહેરને સામાકાંઠા સાથે મયુરપુલ અને પાડાપુલને જોડતા રસ્તા પર નટરાજ રેલવે ફાટકને કારણે ભયંકર ટ્રાફિક સમસ્યામાંથી શહેરીજનોને મુક્તિ માટે ઓવરબ્રિજની કામગીરી ચાલી રહી છે.જો કે, ઓવરબ્રિજની કામની અવધિ પુરી થઇ ગઈ હોવા છતાં રેલવેતંત્રના કારણે ઓવરબ્રિજની કામગીરી હાલમાં અટકી પડી છે. રેલવેએ ડિઝાઇનમાં ફેરફાર કરતા હવે જો સમયસર બ્રિજની ફાઇનલ ડિઝાઇન આવે તો માર્ચ-2026માં ઓવરબ્રિજ ખુલ્લો મૂકી શકાય તેમ હોવાનું જણાવાયું છે.