ચૂંટણી પંચ દ્વારા SIR ની પ્રક્રિયા એટલે કે મતદાર યાદી સુધારણા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.જે માટે અલગ અલગ BLO ની નિમણૂક કરવામાં આવી રહી છે.BLO ને SIR ની કામગીરી સોંપતા રાજ્યના અનેક શહેરોમાં વિરોધનો સુર પણ ઉઠ્યો હતો.BLO ની કામનું ભારણ આપવામાં આવી રહ્યું છે તેવા આક્ષેપો થઈ રહ્યા છે.તેવા સંજોગોમાં સુરતના મકરંદ જોશી BLO તરીકેની ફરજ બજાવી રહ્યા છે.જેઓ માઇક દ્વારા એનાઉન્સમેન્ટ કરી લોકોને જાગૃત કરી રહ્યા છે.